33 C
Ahmedabad
October 2, 2026
Gujarat

હળવદ નગરપાલિકાની ઘોર બેદરકારી, ૪૦ ગામોમાં રોગચાળાનું જોખમ

Spread the love

કેનાલને ગટર લાઈન બનાવી દેવામાં આવી

ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી બ્રાહ્મણી ડેમ-૨ ભરીને પીવાના પાણીની સપ્લાય પૂરી પાડવામાં આવે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરબી,તા.૪ જૂન ૨૦૨૬ — મોરબી જિલ્લાના હળવદ પંથકમાંથી તંત્રની એક શરમાજનક અને લોકોના જીવ જોખમમાં મૂકતી ગંભીર બેદરકારી સામે આવી છે. હળવદ નગરપાલિકા દ્વારા લાખો લોકોના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન નર્મદા કેનાલમાં ગટરનું ગંદુ અને દૂષિત પાણી છોડવામાં આવ્યું છે. તંત્રની આ કાળી કરતૂત સામે આવ્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લાખો લોકોના માથે ગંભીર રોગચાળો ફાટી નીકળવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર, ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી બ્રાહ્મણી ડેમ-૨ ભરીને પીવાના પાણીની સપ્લાય પૂરી પાડવામાં આવે છે. આ જ પાણી હળવદ શહેર અને આસપાસના ૪૦ ગામોને પહોંચાડવામાં આવે છે. એટલું જ નહીં, આ મુખ્ય કેનાલ દ્વારા રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સુધી પણ પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે છે, પરંતુ હળવદ નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારીના કારણે આ શુદ્ધ પીવાના પાણીની કેનાલને ગટર લાઈન બનાવી દેવામાં આવી છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જો આ કેનાલનું દૂષિત પાણી બ્રાહ્મણી ડેમ અને અન્ય જળાશયોમાં પહોંચશે તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પીવાનું પાણી ઝેરી બનશે, જેના કારણે કોલેરા, ટાઈફોઈડ અને કમળા જેવો ભયાનક રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. કરોડો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ થઈ રહેલા આ ચેડાં બદલ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે જાગે છે.

Related posts

રાણાસણ ગામે જમીનમાં દાટેલો ૫,૨૦૦ લિટર દેશી દારૂનો આથો ઝડપાયો

Police-Story

ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે ૪૨ હજાર કરોડ ખંખેર્યા

Police-Story

કાર-બંગલા, જમીનના માલિકો તથા કંપની ડિરેક્ટર ‘નકલી ગરીબ’ બન્યા

Police-Story

Leave a Comment