34 C
Ahmedabad
October 3, 2026
National

ચમોલી ટનલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૭ મજૂરોના મોત

Spread the love

૧૮નો બચાવ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

કાટમાળ વધારે જમા થયો હોવાથી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન બંધ કરી દેલવામાં આવ્યું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
ચમોલી, તા.૧૪ ઓગસ્ટ ૨૦૨૬ — ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા પીપલકોટી વિસ્તારમાં ગઈ કાલે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાી હતી. આ વિસ્તારમાં આવેલ ૐઝ્રઝ્ર સાઈટ પર નિર્માણાધીન ડીઆરટી ટનલ ધરાશાયી થઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ૭ મજૂરોના મોત થયાં છે. જ્યારે ૧૮ મજૂરોનું રેક્સ્યુ કરી લેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે હજી પણ બચારકાર્ય અને શોધખોળ કરવામાં આવી રહી છે. હજી પણ અંદર મજૂરો હોવાની આશંકા સાથે સુરક્ષાદળો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના ગુરૂવારે સાજે સાત વાગ્યે હાઇડ્રો પ્રોજેક્ટની ટનલની અંદરના પોલાણમાંથી અચાનક કાટમાળ અને પાણીનો મોટો જથ્થો બહાર નીકળી ગયો, જેના કારણે અંદર કામ કરતા કામદારો ફસાઈ ગયા હતાં. આ મામલે જાણ થતાની સાથે એસડીઆરએફ , એનડીઆરએફ, જિલ્લા વહીવટી તંત્રની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. કાટમાળ વધારે જમા થયો હોવાથી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન બંધ કરી દેલવામાં આવ્યું હતું, પરંતુ બાકી લોકોના મૃતદેહને બહાર કાઠવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સૂત્રો જણાવ્યાં પ્રમાણે આ ટનલમાં ગેટથી લઈને અંદર આશરે ૧.૮ કિમી સુધી કાટમાળ અને પાણી લાવવાનું કામ મજૂરો કરી રહ્યાં હતા. આ દરેક મજૂરો અંદર ફસાઈ ગયાં હોવાથી તેમની શોધ શરૂ કરી દેવામાં આવી હતી. ૩.૫ કિમી લાંબી ટનલના પ્રોજેક્ટમાં ૧.૮ કિમી અંદર આ દુર્ઘટના સર્જાી હતી. સૂત્રોએ જણાવ્યું કે, અંદર ગ્રેવીટી પેકિંગનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન બ્લાસ્ટ થયો હતો. જેના કારણે પાણી સાથે ભારે કાટમાળ ટનલ ભરવા લાગ્યો હતો.

Related posts

આજના કૌભાંડોની અસર શિક્ષણ પર પડી છે : ડૉ. મુરલી મનોહર જોશી

Police-Story

પેટ્રોલ-ડીઝલ બાદ હવે કઠોળ અને અનાજમાં ૧૫% સુધીનો ભાવવધારો

Police-Story

‘એક્ઝિટ પોલ એક મોટું રેકેટ છે, CEC જ્ઞાનેશ કુમાર પક્ષપાતી’

Police-Story