32.2 C
Ahmedabad
October 3, 2026
Gujarat

નારોલની મુસ્કાન, બહેરામપુરાની પ્રિન્સ બેકરીમાં લોલંલોલઃ સીલ

Spread the love

મ્યુનિ. ફૂડ વિભાગની તવાઈ

લાઈસન્સ વગર ધમધમતી બેકરીમાં મેંદાના લોટમાં જીવડાં મળ્યાં, પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ લીધા વિના બ્રેડ-બન અને બિસ્કિટ બનાવાતા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૪ ઓગસ્ટ ૨૦૨૬ — શહેરમાં ખાણીપીણીની વિવિધ પ્રકારની ચીજવસ્તુનું ઉત્પાદન કરનારા પૈકી અનેક ઉત્પાદકો જાહેર આરોગ્યની ઐસીતૈસી કરતાં હોય છે, તેમાંય ખાસ કરીને બેકરી પ્રોડક્ટસ બનાવતાં અમુક એકમો લાઇસન્સ વગર અને સ્વચ્છતાને નેવે મૂકી બ્રેડ-બન અને બિસ્કિટ વગેરે બનાવતાં હોય છે.છેલ્લા કેટલાક સમયથી મ્યુનિ. ફૂડ વિભાગે બેકરી પ્રોડક્ટસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને જુદા જુદા વિસ્તારોમાં ધમધમતી બેકરીમાં ચેકિંગ ચાલુ કર્યું છે. ફૂડ વિભાગની ટીમોએ નારોલ વિસ્તારમાં વિલ્સમ હોટલ પાછળ ગોલ્ડર પાર્ક ખાતે ચાલતી મુસ્કાન બેકરીમાં તપાસ કરતાં બેકરી પાસે કોઇ જ પ્રકારનાં લાઇસન્સ નહોતા તેમજ ફૂડ સેફ્ટી એક્ટનાં નિયમોનું પાલન થતું નહોતું, એટલું જ નહીં, અનહાઇજેનિક કન્ડિશનમાં એટલે કે ગંદા વાતાવરણમાં બેકરી પ્રોડક્ટસ બનાવવામાં આવતી હતી. તદઉપરાંત મુસ્કાન બેકરી પાસે પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ પણ નહોતું. તેવી જ રીતે બહેરામપુરા વિસ્તારમાં છીપા સોસાયટી પાછળ સિમેન્ટ ગોડાઉનની ગલીમાં ધમધમતી પ્રિન્સ બેકરીમાં પણ અનહાઇજેનિક કન્ડિશન જોવા મળી હતી અને નિયમોનું પાલન થતું નહોતું. તદઉપરાંત, મેંદાના લોટમાં જીવડાં જોવા મળ્યા બાદ મ્યુનિ. ફૂડ વિભાગે બન્ને બેકરી એકમને સીલ મારી દીધા હતા અને આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં ચાલતી બેકરીમાં પણ ચેકિંગ કરવાની જાહેરાત કરી છે. જોકે મ્યુનિ. હેલ્થ ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આશ્ચર્યજનક રીતે છેલ્લા કેટલાય સમયથી ચોક્કસ ફૂડ પ્રોડક્ટસ બનાવતાં એકમોમાં તપાસનાં નાટક જ થતા હતા તેવું મ્યુનિ. ફૂડ વિભાગની તાજેતરની કામગીરીથી પૂરવાર થઇ રહ્યું છે.

Related posts

ઓઢવમાં બે દીકરીના પિતાએ નજીકમાં રહેતી બાળકીને અડપલા કરી બચકાં ભર્યાં

Police-Story

પેપરલેસ પરીક્ષાથી દર વર્ષે બચાવશે ૨૪ મિલિયન કાગળ અને ૬૫૦ વૃક્ષો

Police-Story

૭ હજાર લિટર દૂધ, વનસ્પતિ ઘી અને પાવડરના જથ્થાનો નાશ કરાયો

Police-Story