Gujarat

ગુજરાતમાં હવે ખાનગી વાહનોના દસ્તાવેજોની ઈ-ડિટેક્શનથી તપાસ થશે

Spread the love

ખાનગી વાહનચાલકો માટે નવા નિયમો લાગુ

ટોલ પ્લાઝા પર કેમેરાથી નંબર પ્લેટ સ્કેન થશે, PUC, વીમો અને રજિસ્ટ્રેશન અમાન્ય હશે તો ઈ-ચલણ મળશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર , તા.૨૧ નવેમ્બર ૨૦૨૬ — ગુજરાત રાજ્યમાં માર્ગ સલામતી અને વાહન વ્યવહારના નિયમોના અસરકારક અમલીકરણના હેતુથી હવે ખાનગી વાહનોમાં પણ ઈ-ડિટેક્શન સિસ્ટમ દ્વારા વાહનોનાં જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.અત્યાર સુધી રાજ્યમાં હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા પર ઈ-ડિટેક્શન સિસ્ટમ મારફતે મુખ્યત્વે કોમર્શિયલ વાહનો જેવા કે ટ્રક, બસ અને માલવાહક વાહનોનાં દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતી હતી. હવે આ વ્યવસ્થાનો વ્યાપ વધારી ખાનગી વાહનોને પણ તેમાં આવરી લેવામાં આવશે.ઈ-ડિટેક્શન સિસ્ટમ અંતર્ગત હાઈવે પરથી પસાર થતાં વાહનોની નંબર પ્લેટ ટોલ પ્લાઝા પર લગાવવામાં આવેલા કેમેરા દ્વારા સ્કેન કરવામાં આવશે ત્યારબાદ સિસ્ટમ મારફતે વાહનના જરૂરી દસ્તાવેજોની માન્યતા અને તેની સમયમર્યાદાની ચકાસણી કરવામાં આવશે.ઈ-ડિટેક્શન સિસ્ટમની અમલવારીને ધ્યાનમાં રાખીને તમામ ખાનગી વાહન ચાલકોએ પોતાના વાહનના જરૂરી દસ્તાવેજો અદ્યતન રાખવા અપીલ કરાઈ છે. જેમાં (૧) વાહનનું ેઁંઝ્ર પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર માન્ય હોવું જોઈએ. (૨) વાહનનો વીમો ચાલુ અને માન્ય હોવો જોઈએ. (૩) વાહનનું રજિસ્ટ્રેશન માન્ય હોવું જોઈએ. જો, દસ્તાવેજો અમાન્ય હશે તો ઈ-ચલણની કાર્યવાહી કરાશે. ઈ-ડિટેક્શન સિસ્ટમ દ્વારા વાહનના દસ્તાવેજોની ચકાસણી દરમિયાન કોઈ જરૂરી દસ્તાવેજની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય અથવા તે માન્ય નહી હોય તો સંબંધિત વાહનચાલકને નિયમો મુજબ ઈ-ચલણ મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

અમદાવાદના શાહીબાગમાં દારૂના દરોડા દરમિયાન SMCનું ફાયરિંગ

Police-Story

સરખેજના મકાનમાં બે બાળકોની માતાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

Police-Story

અમદાવાદ-સુરતે રેલવેની તિજોરી ભરી પણ સ્ટેશન પર સુવિધાના નામે મીંડું!

Police-Story