CrimeGujarat

ક્રેડિટ કાર્ડ પ્રોટેક્શન બંધ કરવાના બહાને સરકારી કર્મચારી સાથે છેતરપિંડી

Spread the love

બેંક કર્મચારી બની સાયબર ઠગે લૂંટ્યા

નકલી વેબસાઈટ અને એપ્લિકેશનથી મેળવી કાર્ડની વિગતો, OTP દાખલ કરાવતાં જ ખાતામાંથી રૂ.૭૦,૭૦૨ની રકમ કરી લીધી સાફ

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૧ નવેમ્બર ૨૦૨૬ — ગાંધીનગરના સેક્ટર-૭ વિસ્તારમાં બેંક કર્મચારીના સ્વાંગમાં આવેલા સાયબર ઠગે ગૃહ વિભાગના કર્મચારી પાસેથી ક્રેડિટ કાર્ડ પ્રોટેક્શન ડિએક્ટિવેટ કરવાના બહાને ૭૦,૭૦૨ પડાવી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ છેતરપિંડી અંગે ભોગ બનનાર કર્મચારીએ સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવ્યા બાદ સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, સેક્ટર-૬ના વીર ભગતસિંહ નગર બ્લોક નં. ૧૮/૭૦૪માં રહેતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રતનપરના વતની પ્રતીક મનસુખભાઈ જમરિયા નવા સચિવાલયના બ્લોક નં. ૨ના ગૃહ વિભાગમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમનું સેલરી એકાઉન્ટ ૐડ્ઢહ્લઝ્ર બેંકમાં છે. જ્યારે સેક્ટર-૧૧ના સુમન ટાવરમાં ઈન્ડસ ઈન્ડ બેંકનું તેની પાસે ક્રેડિટ કાર્ડ છે. તે ૧૮ નવેમ્બરના રોજ બપોરે સેક્ટર-૭ શોપિંગ પાસે ખરીદી કરવા ગયા હતા. ત્યારે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને ઈન્ડસ ઈન્ડ બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી હતી અને જણાવ્યું હતું કે તેમના ક્રેડિટ કાર્ડ પર ‘કાર્ડ પ્રોટેક્શન’ એક્ટિવેટ થઈ ગયું છે, જે ડિએક્ટિવેટ નહીં કરાય તો ચાર્જ લાગશે. ઠગના કહેવાથી પ્રતીકે ગૂગલ ક્રોમમાં નકલી વેબસાઈટ ખોલી નામ, મોબાઈલ નંબર અને ક્રેડિટ કાર્ડની વિગતો દાખલ કરી હતી.ર્ ં્‌ઁ ન આવતા આરોપીએ એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી પરવાનગીઓ એલાઉ કરાવી હતી. ત્યારબાદ આવેલોર્ ં્‌ઁ દાખલ કરતાં જ પ્રતીકના ક્રેડિટ કાર્ડમાંથી ૭૦,૭૦૨ કપાઈ ગયા હતા.રકમ કપાઈ હોવાનું જણાવતાં ઠગે પૈસા બ્લોક થયા હોવાનું કહી ફરીથીર્ ં્‌ઁ નાખવા દબાણ કર્યું હતું. જોકે, બીજોર્ ં્‌ઁ દાખલ કર્યા વિના જ ફરીવાર પૈસા કપાવાનો મેસેજ આવતાં પ્રતીકને છેતરપિંડી થયાની શંકા ગઈ હતી. તેમણે તરત જ ફોન કાપી નાખી સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર જાણ કરી હતી, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

અમદાવાદ કાલુપુર લૂંટ કેસમાં બે રીઢા ગુનેગારો ઝબ્બે

Police-Story

Cash is back as an asset because of rising US bond yields, strategist says

Police-Story

સરસપુર વિસ્તારના બે મિત્રોએ યુવતીનું અપહરણ- બ્લેકમેઇલ કરી દુષ્કર્મ ગુજાર્યું

Police-Story