CrimeGujarat

ઓવરલોડિંગના નામે તોડ કરવા જતાં ફસાયો: સુરત ગ્રામ્ય ACBએ વડોલી ગામેથી ₹૫,૦૦૦ની લાંચ સ્વીકારતા હિતેશ આહિરને દબોચ્યો

Spread the love

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ઓવરલોડિંગના નામે ડમ્પર ચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં પડાવતા એક ખાનગી શખ્સને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) એ છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. સુરત ગ્રામ્ય ACBની ટીમે વડોલી ગામે આવેલી એક વજનકાંટાની ઓફિસમાં ઓપરેશન પાર પાડીને ₹૫,૦૦૦ની લાંચ લેતા હિતેશભાઈ કરશનભાઈ આહિર નામના આરોપીની ધરપકડ કરી છે.

અગાઉ ગૂગલ પે દ્વારા ₹૩,૦૦૦ પડાવ્યા હતા

મળતી વિગતો અનુસાર, ફરિયાદીની ડમ્પર ગાડીઓ ઓલપાડ-કીમ રોડ પર રેતી, કપચી અને માટી ભરીને ઓર્ડર મુજબ પહોંચાડવાનું કામ કરતી હતી. આ દરમિયાન આરોપી હિતેશ આહિર (વ્યવસાય-ડ્રાઈવિંગ) એ ફરિયાદીની ગાડી અટકાવી હતી અને વાહન ઓવરલોડ હોવાનું જણાવી તેને જવા દેવાના બદલામાં ₹૮,૦૦૦ની માંગણી કરી હતી. આ રકમ પૈકી આરોપીએ ફરિયાદી પાસેથી પોતાના મોબાઇલ ફોનમાં ગૂગલ પે (Google Pay) મારફતે ₹૩,૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા, જ્યારે બાકીના ₹૫,૦૦૦ પાછળથી આપવાનું નક્કી થયું હતું.

વજનકાંટાની ઓફિસમાં લાંચ લેતા ACBએ દબોચ્યો

જોકે, ફરિયાદી બાકીના ₹૫,૦૦૦ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત ગ્રામ્ય ACBનો સંપર્ક કરીને વિધિવત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સુરત ગ્રામ્ય ACB પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.ડી. ધોબી અને તેમની ટીમે તા. ૨૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ વડોલી ગામે વડોલી વાંક ત્રણ રસ્તાથી હાંસોટ જતા રોડ પર આવેલી ફરિયાદીની વજનકાંટાની ઓફિસમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. છટકા દરમિયાન આરોપી હિતેશ આહિરે ફરિયાદી પાસેથી બાકીના ₹૫,૦૦૦ની માંગણી કરી સ્વીકારતા જ ACBની ટીમે તેને સ્થળ પર જ ઝડપી પાડી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી હતી.

Related posts

ગાંધીનગરમાં હવે ટ્રાફિક જ નક્કી કરશે સિગ્નલનો સમય

Police-Story

ક્રેડિટ કાર્ડ પ્રોટેક્શન બંધ કરવાના બહાને સરકારી કર્મચારી સાથે છેતરપિંડી

Police-Story

અમદાવાદમાં સફેદ પરિંદેના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ જોવા મળ્યો

Police-Story