32.2 C
Ahmedabad
October 3, 2026
CrimeGujarat

યુવતીને નશીલી સિગરેટ પીવડાવી દુષ્કર્મ આચરતાં ગુનો નોંધાયો

Spread the love

વીડિયો વાયરલ કરવા ધમકી આપી

પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને આરોપી ઇનોશ સોનિયા મેયર્સની બળાત્કાર સહિતના ગુનામાં ધરપકડ કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૪ ઓગસ્ટ ૨૦૨૬ — કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી જ્યાં નોકરી કરતી હતી ત્યાં મેનેજર તરીકે કામ કરતા પરિણીત યુવકે પોતે અપરિણીત હોવાનું કહી યુવતી સાથે મિત્રતા કેળવી હતી. સ્ટાફના અન્ય લોકો ઘરે આવવાના હોવાનું બહાનું કાઢીને યુવતીને મળવા બોલાવ્યા બાદ આરોપી ઇનોશે યુવતીને નશીલા પદાર્થવાળી સિગરેટ પીવડાવી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું અને બાદમાં તેના ફોટા અને વીડિયો બનાવી લીધા હતા. આ ફોટા અને વીડિયોનો સહારો લઈને યુવક યુવતીને બ્લેકમેઇલ કરતો રહ્યો અને અનેક વખત દુષ્કર્મ ગુજારતા યુવતીને પોણા બે મહિનાનો ગર્ભ રહ્યો હતો. જ્યારે આ વાતની જાણ પરિણીત યુવકને થતાં તેણે યુવતીનું એબોર્શન કરાવી દીધું હતું. આ મામલે યુવતીના પરિવારજનોને જાણ થતાં યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને આરોપી ઇનોશ સોનિયા મેયર્સની બળાત્કાર સહિતના ગુનામાં ધરપકડ કરી છે.શહેરના નિકોલમાં ૨૧ વર્ષીય યુવતી પરિવાર સાથે રહે છે અને બીકોમનો અભ્યાસ કરે છે. ૨૦૨૪માં તે નોકરી કરતી હતી ત્યારે નવેમ્બર ૨૦૨૫ના સમયગાળામાં ત્યાં ઇનોશ સોનિયા મેયર્સ નામનો યુવક મેનેજર તરીકે નોકરી પર લાગ્યો હતો. યુવતી અને મેનેજર યુવક વચ્ચે કામકાજને અંતર્ગત રોજબરોજ વાતચીત થતી રહેતી હતી. આ દરમિયાન ઇનોશ સોનિયા મેયર્સે યુવતીને હું અપરિણીત છું કહીને મિત્રતાનો પ્રસ્તાવ મૂકતા યુવતીએ મિત્રતા બાંધી હતી. ત્યારબાદ યુવતી અને અન્ય સાથી કર્મચારીઓ મેનેજર ઇનોશના ઘરે નાસ્તો કરવા માટે એકઠા થતા રહેતા હતા. થોડા દિવસ બાદ આરોપી ઇનોશ મેયર્સે યુવતીના વોટ્‌સએપ પર કૉલ કર્યો અને જણાવ્યું કે આજે બધા મિત્ર મારા ઘરે આવવાના છે તો તું પણ આવજે. એટલે યુવતી સવારના ૯ વાગ્યાની આસપાસ વટવા ખાતે આવેલા ઇનોશના ઘરે ગઈ ત્યારે ઇનોશ ઘરે એકલો હાજર હતો અને સિગરેટ પીતો હતો. તેણે યુવતીને પણ સિગરેટ પીવાની ઓફર કરી હતી. યુવતીએ ઇનકાર કરતા ઇનોશે તને સારું લાગશે કહીને બળજબરીથી નશીલા પદાર્થયુક્ત સિગરેટ પીવડાવતા યુવતી થોડી જ વારમાં બેહોશ થઈ ગઈ હતી. ત્યારબાદ આરોપી ઇનોશે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને તેના ફોટા તથા વીડિયો પણ ઉતારી લીધા હતા. યુવતી જ્યારે હોશમાં આવી ત્યારે તેને જાણ થઈ કે સહકર્મી ઇનોશે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો છે. બાદમાં યુવતીએ ઇનોશના ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા અને નોકરીના સ્થળે પણ કામપૂરતી જ વાતચીત કરવા લાગી હતી. આથી ઇનોશ મેનેજર હોવાનો ફાયદો ઊઠાવીને યુવતીને કામકાજની બાબતમાં હેરાન કરવા લાગ્યો હતો અને યુવતીને ધમકી આપતા કહ્યું કે તારી સાથે મેં સંબંધ બાંધ્યો હતો તેના ફોટા અને વીડિયો છે તે હું તારા માતાપિતાને વોટ્‌સએપ પર મોકલી દઈશ. આથી યુવતી ગભરાઈ ગઈ હતી અને ૨૦૨૬ના જાન્યુઆરીમાં નોકરી છોડી દીધી હતી. તેમ છતાં ઇનોશ યુવતીને ફોન કરતો અને ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.આ દરમિયાન યુવતીને ગર્ભધારણની શંકા થતા તેણે ઇનોશને જાણ કરી હતી અને ઇનોશે યુવતીને બાપુનગરની આસ્થા હોસ્પિટલમાં બતાવી આવવા જણાવ્યું હતું.

Related posts

દમણના કચીગામમાં યુવાન ૯૮૯ ગ્રામ ગાંજા સાથે પકડાયો

Police-Story

ATSએ ૨.૦૮ લાખ ટ્રામાડોલ ટેબલેટ્‌સ સાથે કરોડોનું ડ્રગ્સ પકડ્યું

Police-Story

Tech investors in Apple and other stocks are now in the crosshairs of trade war

Police-Story