34.2 C
Ahmedabad
October 2, 2026
CrimeGujarat

ATSએ ૨.૦૮ લાખ ટ્રામાડોલ ટેબલેટ્‌સ સાથે કરોડોનું ડ્રગ્સ પકડ્યું

Spread the love

મેડિકલ સ્ટોકિસ્ટની આડમાં ડ્રગ્સનો ધંધો

તપાસમાં કરોડો રૂપિયાના સાયકોટ્રોપિક ડ્રગ્સને ખોટા ઇન્વોઈસના આધારે રાજ્યમાં સપ્લાય કરવામાં આવતું હોવાનું ખુલ્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૬ જૂન ૨૦૨૬ — શહેરના શાહીબાગ વિસ્તારમાંથી સ્ઇ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી આશરે રૂ.૮.૩૨ કરોડની કિંમતની ૨ લાખથી વધુ ટ્રામાડોલ ટેબલેટ્‌સનો જથ્થો ગુજરાત ATSએ ઝડપ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી પરેશ જૈનની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં કરોડો રૂપિયાના સાયકોટ્રોપિક ડ્રગ્સને ખોટા ઇન્વોઈસના આધારે રાજ્યમાં સપ્લાય કરવામાં આવતું હોવાનું ખુલ્યું છે.

વિગતે વાત કરીએ તો, ગુજરાત ATSની ટીમને માહિતી મળી હતી કે, વલસાડના પારડીમાં રહેતો અને મૂળ રાજસ્થાનનો પરેશ પારસમલ જૈન લાંબા સમયથી ગેરકાયદેસર રીતે સાયકોટ્રોપિક સબસ્ટન્સ ટ્રામાડોલનો વેપાર કરી રહ્યો છે. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે છ્‌જીએ માહિતીની ખરાઈ કરતા જાણવા મળ્યું કે આરોપીએ અન્ય દવાઓના નામે ખોટા ટેક્સ ઇન્વોઇસ બનાવી ટ્રામાડોલનો જથ્થો અંકલેશ્વરથી રાજસ્થાન મોકલી રહ્યો છે.

આ માહિતીના આધારે ATS એ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને SOG સંયુક્ત ટીમની મદદ લઇ શાહીબાગ ખાતેની સ્ઇ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ૬ મોટા બોક્સમાંથી ૪૧૬ નાના બોક્સ મળી આવ્યા હતા. જેમાંથી કુલ ૪,૧૬૦ સ્ટ્રીપ એટલે કે ૨,૦૮,૦૦૦ ટ્રામાડોલ ટેબલેટ્‌સ મળી આવી હતી. પોલીસે જપ્ત કરેલા આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે ૮ કરોડ ૩૨ લાખ રૂપિયા હોવાનું ATSએ જણાવ્યું છે.

ATS એ અમદાવાદમાંથી ટેબલેટ્‌સ પકડી ત્યારે આરોપી રાજસ્થાન ફરાર થઈ ચૂક્યો હતો. મુખ્ય આરોપી પરેશ પારસમલ જૈન રાજસ્થાન ભાગી ગયો હતો. જોકે છ્‌જીની વિશેષ ટીમે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગોગુંડા વિસ્તારમાંથી તેની ધરપકડ કરી લીધી હતી. કોર્ટમાં રજૂ કર્યા

બાદ આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પૂછપરછમાં આરોપીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ માત્ર મે-૨૦૨૬થી અત્યાર સુધીમાં એટલે કે માત્ર બે મહિનામાં જ વિવિધ ૨૫ બેચમાં કુલ ૬૨ લાખ ૫૪ હજાર ટ્રામાડોલ ટેબલેટ્‌સ મંગાવી રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં સપ્લાય કરી હતી. એટલે કે હાલ પકડાયેલી ટ્રામાડોલ ટેબલેટ્‌સનો જથ્થો ૪૧૬૦ સ્ટ્રીપ એટલે ૨,૦૮,૦૦૦ નંગ જેની ૮.૩૨ કરોડ રૂપિયા થાય છે અને છેલ્લા બે મહિલામાં કુલ ૬૨ લાખ ૫૪ હજાર ટેબલેટ્‌સનો વ્યાપાર થયો છે, ત્યારે આ આંકડા પરથી અંદાજો લગાવી શકાય છે કે, આ કાળો કારોબાર કેટલો વિસ્તરેલો છે.

વધુમાં તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપી પરેશ પારસમલ જૈન મેડિકલ સ્ટોકિસ્ટના લાઇસન્સની આડમાં મુખ્યત્વે ટ્રામાડોલના ગેરકાયદેસર વેપારમાં સંકળાયેલો છે. તેનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. આરોપી પરેશ જૈન ઉત્તરાખંડના હરિદ્વાર અને મહારાષ્ટ્રના થાણેમાં NDPS એક્ટ હેઠળ કોડીન કફ સિરપના કેસમાં તે અગાઉ પકડાઈ ચૂક્યો છે. એટલું જ નહીં, ગત મહિને ATS દ્વારા વાપીમાં ઝડપાયેલા ૨.૩૮ કિલો મેફેડ્રોન કેસમાં પણ તેની સંડોવણી બહાર આવી છે. ATS હવે આ સમગ્ર ડ્રગ્સ નેટવર્ક અને સપ્લાય ચેઇનની વધુ તપાસ કરી રહી છે.

ગુજરાત ATS દ્વારા કરોડો રૂપિયાની ટ્રામાડોલ ટેબલેટ્‌સનો જથ્થો ઝડપાતા રાજ્યમાં ચાલતા આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે. આરોપી હાલ રીમાન્ડ પર છે ત્યારે ડ્રગ્સના અન્ય રાજ્યો સુધી ફેલાયેલા નાર્કોટિક્સ રેકેટની વિગતો સામે આવવાની શકયતાઓ સેવાઇ રહી છે. ATS હવે આ કેસમાં અન્ય સંડોવાયેલા આરોપીઓ અને સપ્લાયર્સ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.

Related posts

ગાંધીનગરથી સુરત જતી ટ્રેનમાં દારૂની હેરાફેરી

Police-Story

રાજ્ય સરકારની ૬૫ ટકા સેવાઓ ડિજિલોકર સાથે જોડાઈ

Police-Story

Japan stocks gain in thin trade, defensive sector gets boost

Police-Story