33 C
Ahmedabad
October 2, 2026
International

USમાં ટ્રમ્પની લોકપ્રિયતામાં મોટું ગાબડું ૬૨% નાગરિકો કામકાજથી નાખુશ

Spread the love

ઈરાન યુદ્ધથી ટ્રમ્પની છબી ખરડાઈ

૭૯ વર્ષીય રાષ્ટ્રપતિ ટ્રમ્પના માનસિક સ્વાસ્થ્ય અને સ્વભાવને લઈને તેમની પોતાની રિપબ્લિકન પાર્ટીના સભ્યો પણ ચિંતિત

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા.૨૨ એપ્રિલ ૨૦૨૬ — અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતામાં મોટું ગાબડું પડ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. ‘રોઇટર્સ’ અને ‘ઇપ્સોસ’ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા તાજેતરના સર્વે અનુસાર, ટ્રમ્પની કાર્યશૈલી અને તેમના આક્રમક સ્વભાવને લઈને અમેરિકાના નાગરિકોમાં ચિંતા વધી રહી છે. સર્વેના તારણો મુજબ, ૬૨ ટકા અમેરિકનો ટ્રમ્પના કામકાજથી નાખુશ છે, જ્યારે તેમની ‘અપ્રૂવલ રેટિંગ’ ઘટીને ૩૬ ટકાના સ્તરે પહોંચી ગઈ છે.આ સર્વેમાં બહાર આવ્યું છે કે ખૂબ જ ઓછા અમેરિકનો ઈરાન પરના હુમલા કે નાટોમાંથી બહાર નીકળવાના ટ્રમ્પના નિર્ણયનું સમર્થન કરે છે. ઈરાન સામેના યુદ્ધ અને પોપ સાથેના વિવાદને કારણે ટ્રમ્પની છબી ખરડાઈ છે. ખાસ કરીને ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન વિરુદ્ધ યુદ્ધ શરૂ થયા બાદથી ટ્રમ્પ પર દબાણ વધ્યું છે. માત્ર ૨૬ ટકા લોકો માને છે કે ઈરાન પર લશ્કરી કાર્યવાહી પાછળ ખર્ચાયેલા નાણાં યોગ્ય છે. આ ઉપરાંત, ઈરાન સાથેના તણાવને કારણે અમેરિકામાં પેટ્રોલના ભાવમાં તોતિંગ વધારો થયો છે, જેનાથી સામાન્ય જનતાની આર્થિક સ્થિતિ પર માઠી અસર પડી છે. જીવન નિર્વાહના ખર્ચને સંભાળવાની બાબતમાં ટ્રમ્પની રેટિંગ ઘટીને ૨૬ ટકા થઈ ગઈ છે.વર્ષની શરૂઆતમાં ટ્રમ્પે ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવી દેવાની માંગણી કરી હતી અને નાટો સહયોગી ડેનમાર્ક વિરુદ્ધ લશ્કરી બળ વાપરવાની ધમકી આપી સહયોગીઓને ચોંકાવી દીધા હતા. આવા આક્રમક નિવેદનો અને અણધાર્યા નિર્ણયોને કારણે પ્રજામાં તેમનો વિશ્વાસ નબળો પડ્યો છે. ૪,૫૫૭ અમેરિકન પુખ્ત વયના લોકો પર કરવામાં આવેલા આ ઓનલાઈન સર્વેના પરિણામો ટ્રમ્પ માટે આવનારી ચૂંટણી કે રાજકીય ભવિષ્ય માટે ચેતવણી સમાન માનવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં વ્હાઇટ હાઉસ દ્વારા આ સર્વે પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.૭૯ વર્ષીય રાષ્ટ્રપતિ ટ્રમ્પના માનસિક સ્વાસ્થ્ય અને સ્વભાવને લઈને તેમની પોતાની રિપબ્લિકન પાર્ટીના સભ્યો પણ ચિંતિત છે. સર્વે મુજબ, માત્ર ૨૬ ટકા અમેરિકનો ટ્રમ્પને ‘શાંત સ્વભાવ’ ના માને છે. આ મુદ્દે રિપબ્લિકન સભ્યોમાં પણ ફાંટા જોવા મળ્યા છે; ૫૩ ટકા સભ્યો તેમને શાંત માને છે, જ્યારે બાકીના સભ્યો તેમના વર્તન સામે સવાલ ઉઠાવી રહ્યા છે. વિપક્ષી ડેમોક્રેટ્‌સમાં તો માત્ર ૭ ટકા લોકો જ તેમને શાંત સ્વભાવના ગણાવે છે.

Related posts

ઈઝરાયલને બચાવવામાં અમેરિકાએ યુદ્ધમાં મિસાઈલનો ૫૦% હિસ્સો ગુમાવ્યો

Police-Story

પેરુમાં ૫.૫ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, ૫ લોકોના મોત

Police-Story

ઈરાન યુદ્ધ પૂરું થતાં જ તાઈવાન ઉપર સંકટ

Police-Story

Leave a Comment