28.7 C
Ahmedabad
October 2, 2026
Gujarat

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ

Spread the love

૪૪ બાળકોનું કરાયું રેસ્ક્યૂ

૫ મહિલા સહિત ૨૦ને ભિક્ષુક ગૃહ મોકલાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૨ જૂન ૨૦૨૬ — અમદાવાદ શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), પોલીસ વિભાગની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા ગુજરાતના સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત પ્રયાસોથી ૨૨ જૂન ૨૦૨૬ના રોજ ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિશેષ એન્ટી બેગિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૪૪ જેટલા બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

આ ઝુંબેશ દરમિયાન શહેરના ૪૧થી વધુ હોટસ્પોટ સ્થળોએ સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ભિક્ષુકો તથા બાળકો સહિત ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ કરાયેલા બાળકોને આગળની કાયદાકીય અને સંરક્ષણાત્મક કાર્યવાહી માટે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

સમિતિના માર્ગદર્શન મુજબ, કુલ ૪૪ બાળકોમાંથી ૪ બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બાકીના ૪૦ બાળકોને તેમના માતા-પિતાને ભવિષ્યમાં બાળકો પાસેથી ભિક્ષાવૃત્તિ ન કરાવવાની શરતે પરત સોંપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ઝુંબેશ દરમિયાન ભિક્ષાવૃત્તિમાં સંકળાયેલા કુલ ૧૫ પુરુષો અને ૫ મહિલાઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ અનુસાર, પુરુષોને ઓઢવ ભિક્ષુક ગૃહ તથા મહિલાઓને ડભોડા ભિક્ષુક ગૃહ ખાતે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

Related posts

છોટા ઉદેપુરમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ કાર્યકરોનો લોખંડી પહેરો

Police-Story

અમદાવાદમાં વૃદ્ધાને લાલચ આપી દાગીના લૂંટનારા ૩ આરોપી ઝડપાયા

Police-Story

કચ્છમાં પાકિસ્તાની જહાજની તપાસ એટીએસએ હાથ ધરી, જાણો શું થયું તપાસમાં …

Police-Story