33.2 C
Ahmedabad
October 2, 2026
CrimeGujarat

અમદાવાદમાં સસ્તામાંથી મોંઘો દારૂ બનાવવાનું કૌભાંડ

Spread the love

૪ની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદમાં PCB એ શાહપુરની હલીમની ખડકી પાસેના મઢવાળાની પોળમાં દરોડો પાડી કૌભાંડ ઝડપ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨ ઓગસ્ટ ૨૦૨૬ –– અમદાવાદ શહેરમાં PCB દ્વારા એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ હલીમની ખડકી પાસે મઢવાળાની પોળમાં એક મકાન પર રેડ પાડીને પોલીસે સસ્તી બ્રાન્ડના વિદેશી દારૂમાંથી મોંઘી બ્રાન્ડનો દારૂ બનાવવાનું કારસ્તાન પકડી પાડ્યું છે. આ ૪ શખસને પોલીસે સ્થળ પરથી જ રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે આ કૌભાંડનો મુખ્ય આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો છે. મળતી માહિતી અનુસાર, પહેલી ઓગસ્ટના રોજ PCB ટીમે ચોક્કસ બાતમીના આધારે શાહપુરમાં ભગવતી દવાખાના સામે આવેલા મઢવાળાની પોળના ઘર નંબર ૨૨૩૦માં દરોડા પાડ્યા હતા. આ મકાનમાં આરોપીઓ દ્વારા સસ્તી બ્રાન્ડના ખુલ્લા દારૂમાં વિવિધ ફ્લેવર ઉમેરીને તેને મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરવામાં આવતો હતો. ત્યારબાદ બોટલ પર અસલ જેવા દેખાતા બ્રાન્ડેડ બૂચ અને સ્ટીકરો લગાવી, હેર ડ્રાયરની મદદથી તેને પેકિંગ કરીને બજારમાં ઊંચા ભાવે વેચવામાં આવતો હતો. પોલીસે ઘટના સ્થળેથી ૪ આરોપીઓ – મંદિપ ભાવસાર (શાહપુર), કૈલાશ બોડાણા (માધુપુરા), દેવ પટેલ (શાહપુર) અને દેવાંગ જાની (શાહપુર)ની ધરપકડ કરી છે.

પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૨૨૭ શીલબંધ બોટલો તથા બે અલગ-અલગ કેરબામાં રહેલ કુલ ૨૨ લિટર ખુલ્લો વિદેશી દારૂ કબજે કર્યો છે. આ ઉપરાંત મોંઘી બ્રાન્ડની ૧૨૭ ખાલી બોટલો, ૧૦૦ બૂચ, ૧૧૮ નકલી સ્ટીકર, હેર ડ્રાયર, ફ્લેવરની ૫ બોટલો, ૫ મોબાઈલ ફોન અને અંગ ઝડતીના રોકડા ૧૧,૧૬૦ રૂપિયા મળીને કુલ ૧,૫૬,૪૧૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, આ મકાનનો વપરાશ કરનાર અને લિસ્ટેડ બુટલેગર વીક્કી ઉર્ફે મંગો ઉર્ફે બળેલો ચૌહાણ રેડ દરમિયાન ફરાર છે.

Related posts

પોલીસ કર્મીઓ પર ઈંટો વડે જીવલેણ હુમલો, ૪ હુમલાખોરોની ધરપકડ

Police-Story

ધોલેરા વચ્ચે ૨૨૦ની સ્પીડે દોડશે સેમી હાઈ સ્પીડ ટ્રેન

Police-Story

Japan stocks gain in thin trade, defensive sector gets boost

Police-Story