33.2 C
Ahmedabad
October 2, 2026
CrimeGujarat

યુવતીઓના અશ્લીલ ફોટા-વીડિયો વાયરલ કરનાર આઠની ધરપકડ

Spread the love

“મિશન સાયબર રક્ષિકા” હેઠળ કાર્યવાહી

અમદાવાદમાં ૩૦૦થી વધુ યુવતીઓના અશ્લીલ ફોટા-વીડિયો વાયરલ કરનાર સુરેશ અને કેયુર સહિત ૮ની ધરપકડ

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૪ ઓગસ્ટ ૨૦૨૬ — અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાંચે મહિલાઓને સોશિયલ મીડિયા પર નિશાન બનાવી હેરાનગતિ, સાયબર સ્ટોકિંગ અને ફેક પ્રોફાઇલ મારફતે માનસિક ત્રાસ આપતા તત્વો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. “મિશન સાયબર રક્ષિકા” અને “સિક્યોર હર સ્પેસ” અભિયાન અંતર્ગત ૧ મહિલા સહિત કુલ ૮ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કેસોમાં અત્યાર સુધી ૧૧ જેટલી હ્લૈંઇ નોંધવામાં આવી છે.

સાયબર ક્રાઇમ બ્રાંચને વિવિધ મહિલાઓ તરફથી ફરિયાદો મળી હતી કે, અજાણ્યા લોકો તેમના નામે ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી રહ્યા છે તેમજ અશ્લીલ વીડિયો, ઓડિયો અને વાંધાજનક મેસેજ મોકલી ઓનલાઇન હેરાનગતિ કરી રહ્યા છે.
ફરિયાદો મળ્યા બાદ મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા પીડિતાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને તેમની ઓળખ ગુપ્ત રાખીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મળેલી માહિતીનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અલગ-અલગ ટીમો બનાવી અમદાવાદ શહેર ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને રાજસ્થાન સુધી તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ૮ આરોપીઓને શોધી કાઢી તેમની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં ખાસ કરીને સુરેશ પુરી અને કેયુર લક્કડના નામ સામે આવ્યા છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે સુરેશ પુરીએ છેલ્લા ૬ મહિનામાં ૧૦ જેટલી ફેક આઈડી બનાવી આશરે ૩૦૦ મહિલાઓને અશ્લીલ ફોટા, વીડિયો, ઓડિયો અને વાંધાજનક મેસેજ મોકલ્યા હતા. જ્યારે કેયુર લક્કડે મહિલાઓના નામે ૮ ફેક સોશિયલ મીડિયા આઈડી બનાવી જાહેર પ્રોફાઇલ ધરાવતી મહિલાઓની મહિલા મિત્રોને સંપર્ક કરી હેરાનગતિ આચરી હતી.

સાયબર ક્રાઇમ બ્રાંચના જણાવ્યા અનુસાર કેટલાક આરોપીઓ મહિલાઓને બ્લેકમેલ કરી પૈસાની ઉઘરાણી કરવાનો પ્રયાસ પણ કરતા હતા. તપાસ દરમિયાન બે આરોપીઓ વિકૃત માનસિકતા ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે વાંધાજનક પોસ્ટ અને ફેક એકાઉન્ટ્‌સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.

અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે મહિલાઓ માટે સુરક્ષિત અને વિશ્વસનીય ઓનલાઇન વાતાવરણ ઉભું કરવાના હેતુથી આ વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મહિલાઓ સામેના સાયબર ગુનાઓમાં ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત ૮ ૈઁં સહિત ઉચ્ચ અધિકારીઓની સ્પેશિયલ ટીમ પણ બનાવવામાં આવી છે અને જે સાયબર ગુનાઓની ફરિયાદ માટે મહિલાઓને મદદરૂપ બનશે.

Related posts

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ

Police-Story

ગીર સોમનાથમાં ૩૧૦ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો

Police-Story

વાવ-થરાદમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછતઃ પંપો પર અફરાતફરી

Police-Story