33.2 C
Ahmedabad
October 2, 2026
International

અમેરિકા-તુર્કી નજીક આવ્યા તેનાથી ઇઝરાયેલને ડર લાગ્યો

Spread the love

ટ્રમ્પને ઇરાનના હુમલાનો ડર બતાવી ઇઝરાયેલે શાંતિમંત્રણા પાટા પરથી ઉતારી

અમેરિકા-તુર્કીને એફ-૩૫ વેચવા આતુર અને આ ડીલ થાય તે ઇઝરાયેલ ઇચ્છતું ન હોવાથી બનાવટ કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા.૧૪ ઓગસ્ટ ૨૦૨૬ — ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુની સરકારે સીઆઈએને અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પર ઇરાને ઘડેલા હત્યાના કાવતરા અંગે ખોટો અહેવાલ સીઆઈએને આપ્યો હતો. અમેરિકન અધિકારીઓનું માનવું છે કે તેમની આ ખતરનાક ચાલનો હેતુ અમેરિકા-ઇરાન મંત્રણા પાટા પરથી ઉતારવી, વોશિંગ્ટનની ઇરાનની નીતિઓ પર અસર પાડવી અને તુર્કી સાથે ટ્રમ્પના વધતા સંબંધોને ફટકો મારવાનો હતો.અહેવાલ મુજબ સીઆઈએના નિષ્ણાતોને આ જાસૂસી જાણકારી વિશ્વસનીય ન લાગી અને ટ્રમ્પ તંત્રને આ શંકાની જાણકારી આપી. એક અમેરિકન અધિકારીએ તો આ રિપોર્ટને ઇઝરાયેલથી મળેલો, અમેરિકા પાસેથી મળેલો નહીં તથા ઓછો વિશ્વસનીય ગણાવ્યો છે. અમેરિકાના જાસૂસી અધિકારીઓનું માનવું છે કે ઇઝરાયેલની ચેતવણી ફક્ત જાણકારી પૂરી પાડવા પૂરતી જ સીમિત ન હતી, તેના બદલે તે ટ્રમ્પના નિર્ણયો અને આ વિસ્તારમાં અમેરિકાની નીતિઓને અસર કરનારી હતી. એક પૂર્વ અધિકારીએ તો ઇઝરાયેલની આ જાસૂસી જાણકારીને મોટી પેટર્નનો હિસ્સો ગણાવી. અમેરિકન અધિકારીઓનું માનવું છે કે ંઇઝરાયેલ ટ્રમ્પને ઇરાન સામે મોટી કાર્યવાહી કરવા પ્રેરિત કરવા ઇચ્છતા હતા.બીજી બાજુ તુર્કીના અધિકારી માને છે કે આ રિપોર્ટ ઇરાન સાથે ટ્રમ્પની મંત્રણાને પાટા પરથી ઉતારવા અને તુર્કી અમેરિકા પાસેથી એફ-૩૫ વિમાન ન ખરીદી શકે તે હેતુથી તૈયાર કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલ ઇરાનને તેના માટે સૌથી મોટો ખતરો માને છે. જ્યારે તુર્કીને તે મધ્યમથી દીર્ઘકાલીન ખતરો માને છે. તેથી તે વોશિંગ્ટન અને અંકારા વચ્ચે વધતા સંબંધોથી ચિંતિત છે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલના આ રિપોર્ટના લીધે જ ટ્રમ્પે તુર્કીમાંથી ટ્રકમાં બેસી ભાગવું પડયું હતું.ઇરાન સમર્થિત હુથી દળો અને યમનના સરકારી દળો વચ્ચેના સંઘર્ષમાં યમનના એક સૈનિકનું મોત થયું છે. તેના પગલે હુથી અને સરકારી દળો વચ્ચે યુદ્ધની ચિનગારી પેટાઈ ગઈ હોવાનું માનવામાં આવે છે, જે ગમે ત્યારે ભડકો બની શકે છે. હુથીઓએ છેલ્લા સપ્તાહમાં કરેલા હુમલામાં યમનના કેટલાય ડઝન સૈનિકો માર્યા ગયા છે. યમનના સેન્ટ્રલ પ્રોવિન્સ મારીબના કેટલાક આદિવાસી આગેવાનોએ જણાવ્યું હતું કે યમનના લશ્કરે પણ હુથીઓ પર હુમલો કર્યો છે. હુથીઓએ પણ સરકારી દળો પર હુમલા કર્યા છે. આના પગલે મધ્યપૂર્વ ફરીથી ભડકે બળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ઇઝરાયેલે ગાઝામાં તેની કાર્યવાહી ચાલુ રાખતા કરેલા હુમલામાં બેના મોત થયા છે અને સંખ્યાબધ લોકોને ઇજા થઈ છે. ગાઝા ગવર્નરેટના પોલીસ વડા જમાલ અબુ કામિલે દક્ષિણપશ્ચિમે પસાર થતા હતા ત્યારે થયેલાં હુમલામાં તેમનું મોત થયું હતું, એમ ગાઝાના ગૃહ મંત્રાલય અને શિફા હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું. ઇઝરાયેલનું કહેવું છે કે તેણે આ હુમલા હમાસના કમાન્ડરને ખતમ કરવા કર્યા હતા. ઇઝરાયેલ સ્થિત અમેરિકન રાજદૂતે વેસ્ટ બેન્કમાં ઇઝરાયેલના કબ્જાની ટીકા કરી છે. તેમણે તેમને આતંકી કૃત્ય ગણાવ્યું છે. આમ ઇઝરાયેલ અમેરિકન પ્રમુખ ટ્રમ્પના શાંતિ સ્થાપવાના પ્રયત્નોને પણ માનતું નથી. ગાઝામાં પહેલી ઓગસ્ટ પછી થયેલા હુમલામાં ૪૫ના મોત થયા છે અને સંખ્યાબંધ લોકો ઇજા પામ્યા છે.આ દરમિયાન તુર્કીએ ઇઝરાયેલના ગોલન હાઇટ્‌સના પહાડો પરના કબ્જાને માન્યતા આપવા બદલ કોલંબિયાની સરકારની આકરી ટીકા કરી છે.

Related posts

‘ચીને ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’

Police-Story

અમેરિકા અને ઈઝરાયેલ સાથેનું યુદ્ધ ગમે ત્યારે ફરી શરૂ થઈ શકે : ઈરાન

Police-Story

પરમાણુ-મિસાઈલનું રક્ષણ કરીશું, ેંજીને દરિયામાં ધરબીશુંઃ મોજતબા

Police-Story