34.2 C
Ahmedabad
October 2, 2026
International

શુક્રવારે ઈરાનની સાથે શાંતિ મંત્રણાની શક્યતા

Spread the love

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યા સારા સમાચાર

ઈરાને અમેરિકાના આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પના નિવેદનને જૂઠું ગણાવ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા.૨૩ એપ્રિલ ૨૦૨૬ — અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે શાંતિ મંત્રણાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સકારાત્મક સંકેત આપતા કહ્યું છે કે શુક્રવારે બંને દેશો વચ્ચે વાતચીતનો બીજો રાઉન્ડ યોજાઈ શકે છે. જોકે, આ મુદ્દે મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, કારણ કે ઈરાને અમેરિકાના આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે અને ટ્રમ્પના નિવેદનને જૂઠું ગણાવ્યું છે. એક તરફ અમેરિકા શાંતિની આશા રાખી રહ્યું છે, તો બીજી તરફ ઈરાન વાતચીત માટે સાફ ઇનકાર કરી રહ્યું છે, જેનાથી આખી પરિસ્થિતિ વધુ ગૂંચવાઈ ગઈ છે.

ન્યૂ યોર્ક પોસ્ટના એક રિપોર્ટ મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે આગામી ૩૬ થી ૭૨ કલાકમાં બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા ફરી શરૂ થઈ શકે છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અને દરિયાઈ ગતિરોધ જેવા મુદ્દાઓ પર ભારે ખેંચતાણ ચાલી રહી છે. જો શુક્રવારે ખરેખર આ બેઠક યોજાય, તો તે યુદ્ધના તણાવને ઘટાડવા માટે એક બહુ જ મોટું અને મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.

અમેરિકા ભલે પોઝિટિવ વાતો કરી રહ્યું હોય, પણ ઈરાને આ દાવાઓનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે જોડાયેલી ન્યૂઝ એજન્સી તસ્નીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પનો યુદ્ધવિરામ લંબાવવાનો દાવો તદ્દન “જૂઠો” છે. તેમણે એ પણ સાફ કરી દીધું છે કે હાલમાં શુક્રવાર સુધી અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવાની તેમની કોઈ જ યોજના નથી. આમ, રાજદ્વારી પ્રયાસો અને મુકાબલો બંને એકસાથે ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ યોર્ક પોસ્ટને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાતો કહી હતી.

અગાઉ તેમણે ઈરાનને શાંતિ મંત્રણામાં જોડાવવા માટે વધારાનો સમય આપવાના હેતુથી યુદ્ધવિરામ લંબાવવાનો નિર્ણય લીધો હતો. જોકે, ઈરાન તરફથી તેનો કોઈ સત્તાવાર જવાબ આવ્યો ન હતો. આ વખતે ખાસ વાત એ છે કે, અમેરિકાએ ઈરાન સામે પોતાના આગામી પગલાં માટે કોઈ ચોક્કસ ટાઈમલાઈન નક્કી કરી નથી. મતલબ કે વોશિંગ્ટન અત્યારે રાહ જુઓ અને જુઓ ની નીતિ અપનાવી રહ્યું છે અને લશ્કરી કાર્યવાહી તેમજ રાજદ્વારી વાતચીત – એમ બંને વિકલ્પો ખુલ્લા રાખવા માંગે છે.

આ આખી કટોકટીમાં મધ્યસ્થી કરવા બદલ ટ્રમ્પે પાકિસ્તાન અને પોતાના નજીકના સલાહકારોના સક્રિય પ્રયાસોના પણ વખાણ કર્યા છે. ભલે અત્યારે સંવાદનો રસ્તો ખુલ્લો રાખવાનો પ્રયાસ થઈ રહ્યો હોય, પરંતુ બંને દેશો વચ્ચે દબાણ અને ટેન્શન હજુ પણ યથાવત છે.

Related posts

પુતિને યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો

Police-Story

Trade tensions send top German stock index to six month low

Police-Story

અમેરિકા-તુર્કી નજીક આવ્યા તેનાથી ઇઝરાયેલને ડર લાગ્યો

Police-Story

Leave a Comment