28.7 C
Ahmedabad
October 2, 2026
National

ખાંડના ભાવમાં ઘટાડાની શક્યતા, સરકારે વેપારીઓની સ્ટોક મર્યાદા અડધી કરી

Spread the love

છૂટક ભાવ પ્રતિ કિલોગ્રામ રૂપિયા ૬૩.૨૮ થયાં

ઝડપી ફુગાવાને કાબુમાં લેવા માટે સરકારે ડીલરો માટે સ્ટોક મર્યાદા ૪,૦૦૦ ક્વિન્ટલથી ઘટાડીને ૨,૦૦૦ ક્વિન્ટલ કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨ સપ્ટેમ્બર ૨૦૨૬ — દેશમાં ખાંડના છૂટક ભાવમાં ૩૭ ટકાના વધારા બાદ સરકારે જથ્થાબંધ વિક્રેતાઓ અને ડીલરની સ્ટોક મર્યાદા અડધી કરી છે. જેના લીધે સામાન્ય લોકોને ભાવ ઘટાડાથી રાહત થવાની શકયતા છે. કેન્દ્ર સરકારે તહેવારો દરમિયાન ખાંડના આસમાને પહોંચતા ભાવોને કાબુમાં લેવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે ખાંડના વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓ માટે મહત્તમ સ્ટોક મર્યાદા અડધી કરી દીધી છે. આ નિર્ણયનો હેતુ બજારમાં સંગ્રહખોરી અટકાવવા અને કિંમતોને નિયંત્રિત કરવાનો છે.દેશભરમાં ખાંડના છૂટક ભાવ સતત ઊંચા રહે છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા અનુસાર, ૩૧ ઓગસ્ટના રોજ ખાંડનો સરેરાશ છૂટક ભાવ પ્રતિ કિલોગ્રામ ૬૩.૨૮ નોંધાયો હતો.જે ગત વર્ષના સમાન સમયગાળા રૂપિયા ૪૬.૦૨ પ્રતિ કિલોગ્રામ હતો ની તુલનામાં ૩૭ ટકાનો વધારો છે.જ્યારે જથ્થાબંધ ભાવમાં વાર્ષિક ધોરણે ૩૬.૨૮ ટકાનો વધારો જોવા મળ્યો છે. જે રૂપિયા ૫૮.૪૦ પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યો છે. આ ઝડપી ફુગાવાને કાબુમાં લેવા માટે સરકારે ડીલરો માટે સ્ટોક મર્યાદા ૪,૦૦૦ ક્વિન્ટલથી ઘટાડીને ૨,૦૦૦ ક્વિન્ટલ કરી છે.ખાદ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા અનુસાર, સ્ટોક મર્યાદામાં આ ઘટાડો ૧૫ સપ્ટેમ્બરથી અમલમાં આવશે અને ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી માન્ય રહેશે. નવા નિયમો હેઠળ, દેશભરમાં કોઈપણ ડીલરને કોઈપણ સમયે ૨,૦૦૦ ક્વિન્ટલથી વધુ ખાંડનો સ્ટોક રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત વધ ડીલરો માટે ખાંડ પ્રાપ્ત થયાની તારીખથી ૩૦ દિવસથી વધુ સમય સુધી કોઈપણ સ્ટોક ન રાખવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય બજારમાં ખાંડની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો અને સટ્ટાકીય વેપારને રોકવાનો છે.

Related posts

રામ મંદિર દાનચોરી વિવાદમાં આઠ લોકોની ધરપકડ કરાઈ

Police-Story

ઓડિશાના ચાંદીપુરમાં નિબે લિમિટેડે સૂર્યાસ્ત્ર ગાઇડેડ રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું

Police-Story

મોદીએ આર્મેનિયા અને ઈરાનના નેતાઓ સાથે કરી દ્વિપક્ષીય બેઠક

Police-Story