34.5 C
Ahmedabad
October 3, 2026
International

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ દુનિયા પર ભારે પડી રહ્યું છે

Spread the love

ગરીબ થઈ જશે ૩ કરોડ લોકો

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ દુનિયા પર ભારે પડી રહ્યું છે : વર્ષના અંત સુધી જોવા મળશે તેની અસર

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૫ એપ્રિલ ૨૦૨૬ — અમેરિકા-ઈરાન વચ્ચે ૫૦ દિવસથી વધુ સમય ચાલેલા યુદ્ધમાં જોકે અત્યારે સીઝફાયર ચાલી રહ્યું છે, પરંતુ વૈશ્વિક ચિંતા યથાવત ચે. આ જંગની અસર દુનિયાના તમામ દેશોમાં તેલ-ગેસ સંકટના રૂપમાં જોવા મળી, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ ગયું. આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના વિકાસ પ્રમુખ તરફથી મોટી ચેતવણી આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે યુદ્ધને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને કારણે આશરે ૩ કરોડ લોકો ગરીબીમાં પહોંચી શકે છે. રિપોર્ટમાં તેની પાછળના મોટા કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રોયટર્સના રિપોર્ટ પ્રમાણે સંયુક્ત રાષ્ટ્રના ગ્રોથ ચીફ એલેક્ઝેન્ડર ડી ક્રૂએ મિડલ ઈસ્ટના ખતરનાક પ્રભાવ તરફ ફોકસ કર્યું છે અને મોટી ચેતવણી જાહેર કરી છે. તેમણે કહ્યું કે ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટથી માલવાહક જહાજોના સતત ફસાયેલા રહેવાને કારણે ઈંધણની અછત નહીં, ફર્ટિલાઇઝરની સપ્લાય પણ પ્રભાવીત થઈ છે, જે કૃષિ ઉત્પાદન પર સીધી અસર કરી રહી છે. આ વર્ષના અંત સુધીમાં પાકના ઉત્પાદનમાં તેની અસર જોવા મળશે.

ક્રૂએ આગળ કહ્યું કે અમેરિકા અને ઈરાનનું આ યુદ્ધ ભલે ખતમ થઈ જાય, પરંતુ તે પહેલા જોવા મળી રહેલા પ્રભાવ આગળ યથાવત રહેશે, જે દુનિયાની ૩૦ મિલિયન કે ૩ કરોડ વસ્તીને ગરીબીમાં ધકેલી શકે છે. આ સંઘર્ષના અપ્રત્યક્ષ પ્રભાવોથી આવનારા મહિનામાં ખાદ્ય અસુરક્ષા વધવાની આશંકા છે.

સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (હ્લર્છં) એ પણ પાછલા સપ્તાહે કેટલીક ચેતવણી જાહેર કરી હતી અને તેમાં કહેવામાં આવ્યું કે મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં લાંબા સમય સુધી ચાલવાથી વૈશ્વિક ફૂડ સંકટનું કારણ બની શકે છે.
એફએઓ પ્રમાણે ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, સોમાલિયા, સૂડાન, તાંઝાનિયા અને મિસ્ત્ર જેવા દેશોમાં સૌથી વધુ જોખમ જોવા મળી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે થોડા મહિનામાં ખાદ્ય અસુરક્ષાનું સંકટ જોવા મળી શકે છે અને સૌથી મોટી વાત છે કે તેના વિશે વધુ કંઈ ન કરી શકીએ.

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ (ેંદ્ગડ્ઢઁ) ચીફ ડી ક્રૂનું કહેવું છે કે ઈરાન યુદ્ધને કારણે પહેલા જ વૈશ્વિક જીડીપીના ૦.૫ ટકાથી ૦.૮ ટકા સુધી નષ્ટ થઈ ગયા છે. તેમણે કહ્યું કે જે વસ્તુને બનાવવામાં દાયકાઓનો સમય લાગી જાય છે, તેને નષ્ટ કરવા માટે આઠ સપ્તાહનું યુએસ-ઈરાન યુદ્ધ પૂરતું રહ્યું.

૨૮ ફેબ્રુઆરીએ આ યુદ્ધની શરૂઆત થઈ હતી, જ્યારે અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર સ્ટ્રાઇક શરૂ કરી હતી અને ઈરાનના પલટવાર બાદ દુનિયાની લાઇફલાઇન ગણાતા તેલ-ગેસ રૂટમાં સમસ્યા થઈ ગઈ અને એનર્જી સહિત જરૂરી સામગ્રીઓની સપ્લાય ચેન તૂટી ગઈ હતી.

Related posts

ગુજરાતના નાના વેપારીઓ માટે વધતી ચિંતા! ઈ-કોમર્સના વધતા પ્રભાવથી પરંપરાગત બજારો પર અસર

Police-Story

રશિયનો યુક્રેન પર ભીષણ હુમલો ૧૬નાં મોત થયા

Police-Story

અમેરિકાના ટુરિસ્ટ વિઝા માટે મુંબઈ, હૈદરાબાદમાં ૯.૫ મહિનાનું વેઈટિંગ

Police-Story

Leave a Comment