34.5 C
Ahmedabad
October 3, 2026
CrimeGujarat

અમદાવાદની હોટલમાંથી ૧ લાખના MD ડ્રગ્સ સાથે યુવક-યુવતીની ધરપકડ

Spread the love

રામોલમાં મહિલા ૩ લાખના ગાંજા સાથે ઝડપાઈ

જ્યારે નશીલા પદાર્થો સપ્લાય કરનારા ત્રણ સાગરીતો ફરાર થઈ જતાં પોલીસ તેમને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૩ જૂન ૨૦૨૬ — શહેરમાં નશાના કાળા કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસે કડક ઝુંબેશ હાથ ધરી છે, જેના ભાગરૂપે કાલુપુર અને રામોલ વિસ્તારમાંથી પોલીસે લાખો રૂપિયાનું ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. અલગ-અલગ બે દરોડામાં પોલીસે બે યુવતીઓ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે નશીલા પદાર્થો સપ્લાય કરનારા ત્રણ સાગરીતો ફરાર થઈ જતાં પોલીસ તેમને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

કાલુપુર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાલુપુર ઝકરીયા મસ્જિદ પાસે આવેલી સન્ની હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. હોટલના રૂમ નંબર ૧૦૯માંથી પોલીસે ૧ લાખ રૂપિયાની કિંમતનું ૧૦.૨૯ ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કર્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી ડ્રગ્સના જથ્થા સાથે સાદિક અરબ અને સીમા હરજાણી નામના યુવક-યુવતીની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ડ્રગ્સ તેમને શાહિદ સૈયદ નામના પેડલરે આપ્યું હતું, જે હાલ ફરાર છે. કાલુપુર પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા તપાસ તેજ કરી છે.

બીજી તરફ, રામોલ પોલીસ સ્ટેશનની ટીમે રાજીવનગર ટેકરા પાસે દરોડો પાડીને નશાના અન્ય એક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અહીંથી ૩.૩૦ લાખ રૂપિયાની કિંમતનો ૬ કિલો ૬૦૦ ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે સિતારાબાનું મેમણ નામની ૩૪ વર્ષીય યુવતીની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ ગાંજાનો જથ્થો તેને આશા ઉર્ફે આઈશા અન્સારી અને મરજીના ભુરજી નામની મહિલાઓએ સપ્લાય કર્યો હતો. આ બંને મુખ્ય સપ્લાયરો હાલ પોલીસ પકડથી દૂર હોવાથી રામોલ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજની બે ઘટના પૂર્વે જ અમદાવાદના એસપી રીંગ રોડ પર નાના ચિલોડા પાસેથી રૂ. ૧૪ કરોડના મેથાફેટામાઈન ડ્રગ્સ સાથે એક આરોપીની નરોડા પોલીસે ધરપકડ કરી હતી.

આરોપી કોઈને શક ન જાય તે માટે ડ્રગ્સને બિસ્કિટના પેકેટમાં પેક કરી રાજસ્થાનથી મુંબઈ લઈ જતો હતો. અમદાવાદ બસમાં આવ્યો ત્યારે એસપી રીંગ રોડ પર નાના ચિલોડા પાસેથી બાતમીના આધારે પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી ૭ કિલો ડ્રગ્સ કબજે લઈ ડ્રગ્સ મંગાવનાર મુંબઈના નાઇજિરિયન શખ્સ અને રાજસ્થાનમાં ડ્રગ્સ આપનારની શોધખોળ શરૂ કરાઈ છે.

Related posts

ગુજરાતના શિક્ષકો માટે સેવા સમાધાન પોર્ટલની શરૂઆત

Police-Story

કચ્છમાં પાકિસ્તાની જહાજની તપાસ એટીએસએ હાથ ધરી, જાણો શું થયું તપાસમાં …

Police-Story

પુત્રએ વૃદ્ધ પિતાની છરીના ઘા મારી હત્યા કરી

Police-Story

Leave a Comment