27.5 C
Ahmedabad
October 3, 2026
Gujarat

ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણયઃ ૧૧૧ કર્મચારીઓની બદલી

Spread the love

બદલીની રાહ જોતા કર્મચારીઓને ભેટ

તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવાનો આદેશ

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૩ મે ૨૦૨૬ — રાજ્યના પંચાયત વિભાગે એક મોટો અને મહત્વનો નિર્ણય લેતા પંચાયત સેવાના ૧૧૧ જેટલા કર્મચારીઓની એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી કરી છે. લાંબા સમયથી પોતાની જિલ્લાફેર બદલીની રાહ જોઈ રહેલા તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક અને સ્ટાફ નર્સ જેવા કર્મચારીઓ માટે આ ખૂબ જ ખુશીના સમાચાર છે. સરકારે વહીવટી સરળતા અને નિયમોને આધીન આ બદલીઓ કરી છે અને તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ પોતાની કામગીરી સંભાળી લેવા માટે કડક સૂચના આપી છે.

સચિવાલયના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ૨૨ મે ૨૦૨૬ના રોજ આ અંગેનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર મુખ્યત્વે તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ અને ગ્રામ સેવક વર્ગના કર્મચારીઓની આંતર-જિલ્લા બદલી કરવામાં આવી છે. હાલમાં આ કર્મચારીઓ જે-તે જિલ્લા પંચાયત નીચે કામ કરી રહ્યા છે, ત્યાંના સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓને (DDO) સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ આ કર્મચારીઓને વહેલી તકે ફરજ પરથી મુક્ત કરે જેથી તેઓ નવી જગ્યાએ જઈ શકે.

સરકારની યાદી મુજબ ડાંગ, ખેડા, રાજકોટ, નવસારી, મહીસાગર, આણંદ, દાહોદ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, ભરૂચ, વડોદરા, તાપી અને સુરત જેવા જિલ્લાઓમાંથી કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. આ કર્મચારીઓને હવે તેમની નવી નિમણૂક મુજબ ગાંધીનગર, વલસાડ, મોરબી, પંચમહાલ, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં મૂકવામાં આવ્યા છે. પંચાયત વિભાગે પોતાના આદેશમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે, બદલી પામેલા તમામ ૧૧૧ કર્મચારીઓએ કોઈ પણ જાતના વિલંબ વિના પોતાના નવા નક્કી કરાયેલા જિલ્લામાં હાજર થવાનું રહેશે. એકવાર નવી જગ્યાએ હાજર થયા પછી, મૂળ જિલ્લાના ડીડીઓની મંજૂરી લીધા વગર તેમને ફરીથી જૂની જગ્યાએ પાછા મોકલી શકાશે નહીં. આ ઉપરાંત, કર્મચારી નવી જગ્યાએ જોડાય એટલે તરત જ તેમના તમામ સર્વિસ રેકોર્ડ અને અન્ય જરૂરી વહીવટી કાગળિયાં સંબંધિત નવી જિલ્લા કચેરીમાં મોકલી આપવાના રહેશે.

Related posts

નારણપુરા, સરખેજથી સાણંદ, થલતેજથી મણીપુર સુધી કરોડોનો વિકાસ ડૂબ્યો

Police-Story

૬૬ વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો!

Police-Story

ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત

Police-Story

Leave a Comment