33.2 C
Ahmedabad
October 2, 2026
Gujarat

નારણપુરા, સરખેજથી સાણંદ, થલતેજથી મણીપુર સુધી કરોડોનો વિકાસ ડૂબ્યો

Spread the love

પોણો લાખ લોકો બેહાલ

આંતરિક રસ્તાઓમાં ટ્રાફિક જામથી લોકો પોતાના કિંમતી સામાન સાથે વાહનો છોડી પાણી ડહોળતા ઘરે જવા મજબૂર બન્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૪ જુલાઈ ૨૦૨૬ — લાંબા વિરામ અને અસહ્ય ગરમી, ઉકળાટ બાદ દક્ષિણ ગુજરાત સિવાયના રાજ્યના ભાગોમાં ગુરુવારે વહેલી સવારથી જ મેઘરાજાની અસાધારણ બેટિંગથી હેરિટેજ અને મેગા સિટીનો સૌથી વધારે વિકાસ ધરાવતો પશ્ચિમ અને નવા પશ્ચિમ અમદાવાદનો વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આને કારણે ગરીબ અને તવંગર, નોકરિયાત અને ઉદ્યોગકારો, સૌને પાણીની વચ્ચેથી જ પસાર થવા મજબૂર થવું પડ્યું હતું. કરોડો રૂપિયાના બંગ્લોઝ અને ફ્લેટ્‌સના માલિકોને પાણીમાં ફસાયેલી મોંઘીદાટ ગાડીઓને છોડીને ઘુંટણ સમાન પાણીમાં ચાલતા જવાની ફરજ પડી હતી. સમગ્ર વિસ્તારમાં નાની મોટી તમામ ગલીઓ અને રાજમાર્ગોમાં દ્વીચક્રી વાહનો તો ચલાવી જ ન શકાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. બપોર પછી શરૂ થયેલા વરસાદે બાકી રહેલી કસર પૂરી કરી દેતાં પોશગણાતા વિસ્તારોની સ્થિતિ દયનીય બનાવી દીધી હતી. આ વિસ્તારની આશરે પોણા લાખ વસતિ પાણીમાં રહેવા મજબૂર બની છે. હજુ વરસાદનું રૌદ્ર સ્વરૂપ યથાવત છે અને આખી રાત આ વિસ્તારના લોકોને ઉજાગરો કરવો પડે તે નિશ્ચિત છે.વહેલી સવારથી શાળા-કોલેજો, નોકરી ધંધે જવા નીકળેલા લોકોને પોતાના ઘરે પરત ફરવામાં કલાકો સુધી એસજી હાઇવે અને અંદરના રસ્તાઓમાં ટ્રાફિક જામમાં ફસાવવું પડ્યું હતું. ખાસ કરીને એસજી હાઇવે અને આસપાસના વિસ્તારોમાં આવેલી નામાંકિત શાળાઓમાં ભણવા માટે ગયેલા બાળકોને લેવા જવા માટે વાલીઓએ દોટ મુકી હતી. આને કારણે એમના દ્વીચક્રી વાહનો રસ્તામાં ખોટકાઇ જતાં બાળકો સાથે વાલીઓને પાણી ડહોલીને માંડ માંડ પોતાના સલામત રીતે ઘરે પહોંચ્યા હતા. અનેક શાળાઓએ શિક્ષણકાર્ય બંધ કરીને વિદ્યાર્થીઓને શાળામાં જ રાખી વાલીઓ અથવા નોંધાયેલી રિક્ષાઓ, વાન આવે તેમ તેમ પરત મોકલ્યા હતા. પરંતુ એ પણ ખોટકાતા રસ્તાઓમાં સ્વયંસેવકો, નાગરિકોની મદદથી એમને વાલીઓ સાથે સંપર્ક કરાવીને સલામત રવાના કરાયા હતી.શહેરના સાબરમતી, નારણપુરા, મેમનગર, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર, બોપલ, શેલા,ઘુમા, આંબલી, મણીપુરથી લઇને છેક સાણંદ સુધી મેઘરાજાની અવિરત બેટિંગથી ભારે મોટી તબાહીના દ્રષ્યો સર્જાયા હતા. નારણપુરા ગામ, હાઉસિંગનો વિસ્તાર, બીઆરટીએસ રોડ, રિંગ રોડ, થતલેજ પીવીઆરની પાછળના વિસ્તારો, શીલજ રેલવે ઓવરબ્રિજની આસપાસના વિસ્તારોમાં આવેલી મોંઘીદાટ સોસાયટીઓ, એપાર્ટમેન્ટ્‌સમાં સવારથી જ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આ પાણી ઓસરે એ પહેલાં તો બપોર પછી ફરીથી અવિરત સાંબોલાધાર વરસાદે લોકોની હાલત દયનીય કરી દીધી હતી.શીલજથી રિંગરોડ, બોપલથી રિંગ રોડના માર્ગો આસપાસમાં નવા બની રહેલા અને અગાઉથી બનેલા રહેણાક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. અનેક સોસાયટીઓમાં તો બંગલાઓ, મકાનોમાં પાણી ભરાઇ જતાં લોકોનો કિંમતી સામાન પલળી ગયો હતો. બોપલથી સાયન્સ સિટી, રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબની પાછળના ભાગોમાં આવેલા કરોડો રૂપિયાના બંગ્લોઝ, ફલેટ્‌સ ધારકોની હાલત સૌથી વધારે કફોડી બની હતી. આ વિસ્તારોમાં ઓછામાં ઓછી ૩૦૦થી વધારે મોંઘી ગાડીઓ પાણીમાં ફસાઇને બંધ પડી ગઇ હતી. આ તરફ સ્ટર્લિંગ સિટી ૧ અને ૨ પણ પાણીમાં ગરકાવ થઇ ગયાની વિગતો મળી છે.

Related posts

Nikkei down sharply in broad global selloff; Nissan hit by lower profit

Police-Story

અમદાવાદમાં મતદાન દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

Police-Story

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને બૂસ્ટર ડોઝ, ૯ શહેરમાં ૨,૯૯૯ કરોડના ૩૨ મોટા પ્રોજેક્ટ્‌સ મંજૂર

Police-Story