29 C
Ahmedabad
May 11, 2026
GujaratPolitics

ગુજરાત ભાજપનું મુસ્લિમ કાર્ડ : ૨૭૭ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી

શું પાર્ટીનો આ નિર્ણય નવો રાજકીય વળાંક લેશે?

૧૧૮ ઉમેદવારોની જીત એક સફળતાનો સંકેત આપે છે, પરંતુ ૧૫૯ ઉમેદવારોની હાર પણ બતાવે છે, જીત એટલી પણ સરળ નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૩ મે ૨૦૨૬ — ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે મુસ્લિમ ઉમેદવારોને મોટી સંખ્યામાં ટિકિટ આપીને નવો રાજકીય પ્રયોગ કર્યો છે. ભાજપે કુલ ૨૭૭ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, જેમાંથી ૧૫૯ ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પરિણામ બતાવે છે કે, પાર્ટીને આ પ્રયોગમાં આંશિક સફળતા મળી છે. પરંતું હજી પણ પાર્ટીને અનેક વિસ્તારોમાં સુધારો કરવાની જરૂર છે. કચ્છ, ગીર, સોમનાથ અને ખેડા જેવા વિસ્તારોમાં સારું પ્રદર્શન રહ્યું. જ્યારે કે, વડોદરા, જામનગરમા હારનો સામનો કરવો પડ્યો. આ પ્રયોગને ભાજપની નવી રણનીતિના રૂપમાં જોઈ શકાય છે. જે ભવિષ્યની રાજનીતિ પર પ્રભાવ પાડી શકે છે.

ગુજરાતની રાજનીતિ લાંબા સમયથી એક પેટર્ન પર ચાલી રહી છે. પરંતું હાલના સ્થાનિક ચૂંટણીમાં ભાજપે પોતાની પેટર્ન બદલીને નવા સંકેત આપ્યા છે. ભાજપાએ જે રીતે મુસ્લિમ ઉમેદવારોને મોટી સંખ્યામાં ટિકિટ આપી છે, તે માત્ર ચૂંટણી રણનીતિ જ નથી, પરંતું એક મોટો રાજકીય સંદેશ પણ માની શકાય છે. સૌનો સાથ સૌનો વિકાસનો નારો હંમેશા સાંભળવા મળે છે, પરંતું આ વખતે તેને જમીન પર લાગુ કરવાનો પ્રયાસ થયો હોય તેવું જોવા મળ્યું છે. સવાલ છે કે, પ્રયોગ માત્ર આંકડા સુધી સિમિત છે, કે વાસ્તવમાં સામાજિક અને રાજકીય સમીકરણોને બદલવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ૨૭૭ ઉમેદવારોમાંથી ૧૧૮ ઉમેદવારોની જીત એક સફળતાનો સંકેત આપે છે, પરંતુ ૧૫૯ ઉમેદવારોની હાર પણ બતાવે છે, જીત એટલી પણ સરળ નથી.

આ પ્રયોગ ખાસ છે કે, કારણ કે ગુજરાત જેવા રાજયોમાં જ્યાં ઓળથની રાજનીતિ લાંબા સમય સુધી પ્રભાવી રહી છે. તયાં આ પ્રકારનો બદલાવ મોટો માનવામા આવે છે. ગુજરાતમાં ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપીને એક નવું સામાજિક સમીકરણ બનાવવાનો પ્રયાસ કર્યો છે. જેના પરિણામ ખાસ સારા છે, અને ન પણ કહી શકાય. પંરતું એટલું નક્કી છે કે, પાર્ટી હવે એક નવી વોટ બેંક અને નવા સામાજિક આધાર પર ભાર મૂકી રહી છે. આ રણનીતિની અસર આગામી મોટી ચૂંટણીઓમાં જોવા મળી શકે છે. રાજકીય એક્સપર્ટના અનુસાર, ભાજપની આ નવી દિશે ભવિષ્યની રાજનીતિના સંકેત આપે છે.

ભાજપને આ ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયમાંથી ૨૭૭ ઉમેદવારોને મેદાનમા ઉતાર્યા હતા. જેમાંથી ૧૧૮ ઉમેદવારોએ જીત હાંસિલ કરી છે. આંકડા જણાવે છે કે, પાર્ટીને થોડી સફળતા મળી છે. પંરતું ૧૫૯ ઉમેદવારોની હાર એ પણ દર્શાવે છે કે, રણનીતિ હજી પરિપક્વ બની નથી. જિલ્લાવાર પરિણામો પર નજર કરીએ તો કચ્છ, ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં ભાજપને સારી સફળતા હાથ લાગી છે. કચ્છમાં ૨૦ મુસ્લિમ ઉમેદવારોને જીત મળી છે. તો ગીર સોમનાથમાં જીતનું કારણ સંતુલિત રહ્યું છે. ખેડા અને આણઁદમાં પણ પાર્ટીના મુસ્લિમ ઉમેદવારોએ સારી પકડ બનાવી રાખી. જોકે, આણંદમાં હારના આંકડા વધુ રહ્યા, જેને કારણે સંતુલન બગડ્યું છે.

શહેરી વિસ્તારોની વાત કરીએ તે, અમદાવાદ, સુરત, રાજકોટમા પણ ભાજપને થોડી સફળતા મળી છે. અમદાવાદમાં ૭ ઉમેદવારોની જીત અને ૮ ની હાર, સુરતમાં ૪ ઉમેદવારોની જીત અને ૭ હાર, રાજકોટમાં ૩ ઉમેદવારોની જીત થઈ છે. વડોદરા અને જામનગરમાં હારનો આંકડો વધુ રહ્યો છે. જે પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છ.

ભાજપનો આ પ્રયોગ એવા સંકેત આપે છે કે, પાર્ટી હજી પારંપરિક રાજનીતિથી આગળ વધીને નવા સામાજિક સમીકરણ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવી અને તેમને જીતાડવાવાનો પ્રયાસ કરવો દર્શાવે છે કે, પાર્ટી પોતાના આધારને વિસ્તાર આપવા માંગે છે.

Related posts

૧૨મી મે સુધી યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી

Police-Story

AAPને ઝટકો, ૭ બળવાખોર સાંસદોના વિલયને મંજૂરી

Police-Story

Opinion: The stock market’s technical indicators are improving

Police-Story

Leave a Comment