33.2 C
Ahmedabad
October 2, 2026
International

ફ્રાન્સમાં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં

Spread the love

ફ્રાન્સમાં ૨૦૨૬ની ભીષણ ગરમીથી લોકોની ચિંતા વધી

વધારે તાપમાનથી અગાઉથી બિમાર લોકોની બિમારી વધુ ગંભીર બની જતાં મોતની સંખ્યા વધી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૪ જુલાઈ ૨૦૨૬ — ફ્રાન્સમાં ૨૦૨૬ની ગરમીથી લોકોની ચિંતામાં વધારો થયો છે. જૂનનાં અંતિમ દિવસો અને જુલાઇની શરૂઆત વચ્ચે ફ્રાન્સમાં ૨૦,૦૦૦થી વધુ લોકોનાં મોત થયા છે. ફ્રાન્સની પબ્લિક હેલ્થ એજન્સીનાં આંકડા અનુસાર ૧૭ જુનથી ૨ જુલાઇની વચ્ચે ૨૧૬૭૪ લોકોનાં મોત થયા છે.સામાન્ય રીતે આ સમયગાળામાં ૧૫૯૧૦ મોત થાય છે. એટલે કે આ વખતે સામાન્ય કરતા ૫૭૬૪ વધારે મોત થયા છે. આ આંકડાઓ પરથી જાણવા મળે છે કે ગરમી હવે ફક્ત હવામાનની મુશ્કેલી રહી નથી પણ તે લોકોનાં સ્વાસ્થ્ય માટે ખતરો બની ગઇ છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તમામ મોત ગરમીને કારણે થયા નથી પણ વધારે તાપમાનને કારણે અગાઉથી બિમાર લોકોની બિમારી વધુ ગંભીર બની ગઇ હતી. જેના કારણે મોતની સંખ્યા વધી ગઇ હતી.ફ્રાન્સમાં સામે આવેલા નવા આંકડાઓ ૨૦૨૬ની ગરમી કેટલી ભયંકર હતી તે દર્શાવે છે. શરૂઆતમાં મોતનો અંદાજ ઓછો હતો પણ પછી સામે આવેલા આંકડાથી જાણવા મળે છે કે ગરમીની અસર પહેલા કરતા વધારે હતી.આ દરમિયાન હોસ્પિટલ અને સ્વાસ્થ્ય કેન્દ્રો ઉપર પણ દબાણ વધી ગયું છે. કોઇ પણ આપત્તિ કે ઘટનાની અસર સમજવા માટે આરોગ્ય એજન્સીઓ અગાઉ કરતા કેટલા મોત વધારે થયા છે તે રજૂ કરે છે.ફ્રાન્સમાં ૧૭ જૂનથી ૨ જુલાઇ સુધીનાં સમયગાળામાં સામાન્યથી ૩૬ ટકા વધારે મોત થયા છે. જો કે આ દરેક મોતનું કારણ ગરમી ન હતી પણ ગરમીને કારણે અગાઉથી બિમાર લોકોની બિમારી વધુ ગંભીર બની ગઇ હતી.ખૂબ જ વધારે ગરમી શરીર પર દબાણ વધારે છે. જેના કારણે શરીરમાં પાણી ઘટી જાય છે. હૃદય, ફેફસા અને કિડની પર અસર પડે છે.

Related posts

આફ્રિકાના જંગલોમાં અમેરિકન સેનાનું સ્પેશિયલ ઓપરેશન!

Police-Story

ઈરાન સાથે MoU ફાઇનલ નથી, જો પસંદ નહીં આવે તો અમે ફરીવાર કરીશું એટેક

Police-Story

ઈરાનનો નિર્ણય, આગામી ૩૦ દિવસમાં ખુલી જશે હોર્મુઝની ખાડી

Police-Story