33 C
Ahmedabad
October 2, 2026
CrimeGujarat

વડોદરામાં એજન્સીના વેરહાઉસમાંથી ૩૦ એસી અને ૧૫ ટીવી ચોરાયા

Spread the love

ગોડાઉનમાંથી રૂ.૧૭ લાખ ઉપરાંતની કિંમતના સાધનોની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા,તા.૧૦ જૂન ૨૦૨૬ — વડોદરા શહેર જિલ્લા તેમજ અન્ય વિસ્તારોમાં ઇલેક્ટ્રોનિક્સ ચીજોના શોરૂમ ધરાવતી એજન્સીના વડોદરાના ગોડાઉનમાંથી રૂ.૧૭ લાખ ઉપરાંતની કિંમતના સાધનોની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિજય સેલ્સ ઇન્ડિયા નામની એજન્સીના પદમલા ખાતે આવેલા ગોડાઉનના ક્લસ્ટર મેનેજર નિકુંજ પાઠકે પોલીસને જણાવ્યું છે કે તાજેતરમાં સ્ટોકની ગણતરી દરમિયાન રેકર્ડ પરના આંકડા અને હાજર સ્ટોકમાં ફેરફાર જણાતા કંપનીએ ઓડિટ કરાવ્યું હતું તેમ જ સીસીટીવી ફૂટેજ પણ ચેક કરાવ્યા હતા.

આ દરમિયાન ડિલિવરી માટે રાખેલા ટેમ્પાઓ પૈકીના એક ટેમ્પાના ડ્રાઇવર દર્શન કંચનભાઈ વસાવા (સુગમપાર્ક સોસાયટી, પરિવાર ચાર રસ્તા પાસે,વાઘોડિયા રોડ) ડિલિવરી માટે આપેલા સાધનો કરતાં વધુ ૧૦ એસી અને ૧ એલઇડી ટીવી ટેમ્પામાં મુકતા નજરે પડ્યા હતા.

કંપનીએ વધુ તપાસ કરતા છેલ્લા આઠ મહિનાના સમયગાળા દરમિયાન કુલ ૩૦ એસી અને ૧૫ એલઇડી ટીવી મળી ૧૭.૧૭ લાખ ની કિંમતના સાધનોની ચોરી થયાની વિગતો જણાઈ આવી છે. જેથી પોલીસે ડ્રાઇવર દર્શન વસાવા સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે કંપની દ્વારા બીજા સીસીટીવી ફૂટેજો ની તપાસ કરવામાં આવી રહી છે.

Related posts

હળવદ નગરપાલિકાની ઘોર બેદરકારી, ૪૦ ગામોમાં રોગચાળાનું જોખમ

Police-Story

કાર-બંગલા, જમીનના માલિકો તથા કંપની ડિરેક્ટર ‘નકલી ગરીબ’ બન્યા

Police-Story

રાજ્યમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી ધો.૧૦માં ત્રણ ભાષા ફરજિયાત ભણવી પડશે

Police-Story