34.2 C
Ahmedabad
October 2, 2026
Gujarat

ગુજરાતના ૧૩ જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

Spread the love

કમોસમી વરસાદનું યલો ઍલર્ટ જાહેર

રાજ્યમાં ભર ઉનાળે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં માવઠું થઈ રહ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૫ મે ૨૦૨૬ — ગુજરાતમાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે.  સાયક્લોનિક સર્ક્‌યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે(૫ મે) રાજ્યના ૯ જિલ્લામાં ગાજવીજ સાથે માવઠાની આગાહી છે. આ દરમિયાન IMDએ બપોરે ૪ વાગ્યે ત્રણ કલાકનું નાઉકાસ્ટ જાહેર કર્યું છે. જેમાં ૧૩ જિલ્લામાં ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવા કમોસમી વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગના Nowcast મુજબ, મંગળવારે(૫ મે) બપોરે ૪ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધીમાં કચ્છ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી છે. તેમજ ૪૦ કિ.મી.ની ઝપડે પવન ફૂંકાવવાની શક્યતા છે.
રાજ્યમાં ભર ઉનાળે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં માવઠું થઈ રહ્યો છે, ત્યારે આજે(૫ મે) અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Related posts

સરખેજના મકાનમાં બે બાળકોની માતાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

Police-Story

૧૮૪ શંકાસ્પદ કેસ નોંધાયા, ૨૨ બાળકોના મોત, તંત્ર એલર્ટ

Police-Story

મહેસાણા ગંજબજારના વેપારી સાથે રૂ.૯.૬૩ લાખની ઠગાઈ’

Police-Story

Leave a Comment